ગિરીવર ગિરનારની ગોદમાં વસેલુ ઐતિહાસિક શહેર જુનાગઢ. જુનાગઢ શહેર મધ્યે આવેલા પૌરાણિક મહત્વ ધરાવતા શ્રી બિલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિકસ્યું છે શ્રી પ્રેમાનંદ વિદ્યાધામ. પ્રખર સંત શિરોમણી સાકેતવાસી પૂજય શ્રી ગોપાલાનંદજી બાપુના ગુરુજી સાકેતવાસી પૂજય સંત શ્રી પ્રેમાનંદજી મહારાજના નામ પરથી આ શૈક્ષણિક સંસ્થાનું નામકરણ શ્રી પ્રેમાનંદજી વિદ્યાધામ રખવામાં આવ્યું છે.
ક્રાંતિકારી સંત પૂજ્ય શ્રી મુકતાનંદજી બાપુ કે જેઓ શ્રી શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ છે, ભારત સાધુ સમાજના અધ્યક્ષ છે, તથા અનેક જીવસેવાની પ્રવૃતિઓના પ્રેરણામુર્તિ છે તથા પ્રખર શિક્ષણશાસ્ત્રી અને ગણિત – ભૌતિકવિજ્ઞાનના ભિષ્મપિતા તરીકે સુપ્રસિધ્ધ શ્રી ગિજુભાઈ કે. ભરાડ સાહેબ દ્વારા આ સંસ્થાની શરૂઆત વર્ષ ૨૦૦૪ માં કરવામાં આવી.
વર્ષ ૨૦૦૪માં બાલમંદિર તથા પ્રાથમિક શિક્ષણથી શરૂ થયેલ આ શાળા આજે એક વટવૃક્ષ બની છે. આજે અહીં ગુજરાતી તથા અંગ્રેજી એમ બન્ને માધ્યમમાં બાલ મંદિર થી ધોરણ–૧૨ Science, Commerce, Arts નું શિક્ષણ આપવાની શ્રેષ્ઠ વ્યવસ્થા છે.
વિજ્ઞાન લેબોરેટરીઓ, ગણિત લેબોરટરી, કોમ્પુટર લેબોરટરી, ATL, વિશાળ પ્રાર્થનાખંડ, રમત-ગમતનું મેદાન, ઇનડોર રમતો, હવા-ઉજાસ વાળા વર્ગખંડો, વર્ગખંડ જ મલ્ટીમીડિયા રૂમ વગેરે જેવી અનેક સુવિધાઓ દ્વારા અહીના શિક્ષક મિત્રો આયોજનબધ્ધ તાલીમ આપી વિધાર્થીના જીવનઘડતર માટેનું સુંદર શૈક્ષણિક વાતાવરણ પુરૂ પાડે છે.
દરવર્ષે ગુજરાત માદયમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ તથા ૧૨ની પરીક્ષાઓમાં સરેરાસ ૯૫% થી ૧૦૦% પરિણામ મેળવતી આ સ્કૂલના વિધાર્થીઓ મેડીકલ – એન્જીનિયરીંગ – મેનેજમેન્ટ – આઇ. ટી – સરકારી નોકરીઓ – સ્વતંત્ર વ્યવસાય વગેરે ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવવામાં સફળ રહ્યા છે. અને આ યાત્રા અવિરત શરૂ છે.
About Shree Premanand Vidhya Mandir
Premanand School